ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા રોહિત શર્માની મુશ્કેલી વધી

ધર્મશાળાઃ ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 22 ઓક્ટોબર, રવિવારના રોજ 2023 ODI વર્લ્ડ કપમાં એકબીજાનો સામનો કરશે. આ મેચમાં કોઈપણ એક ટીમનો વિજયી રથ થંભી જશે. વાસ્તવમાં, ભારત અને ન્યુઝીલેન્ડ બંને આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એકપણ મેચ હાર્યા નથી. જો કે ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે આ મહત્વની મેચ માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવી ઘણી મુશ્કેલ બની રહી છે.

ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા રોહિત શર્માની મુશ્કેલી વધી

અહીંના એચપીસીએ સ્ટેડિયમમાં આવતીકાલે ન્યૂઝીલેન્ડ અને ભારતીય ટીમ વચ્ચે મહત્ત્વની ટક્કર રહેશે. વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા શરુઆતની ચાર મેચમાં શાનદાર પ્રદર્શનને કારણે ચાર મેચ જીત્યું છે, પરંતુ આવતીકાલની પાંચમી મેચમાં કિવિઓ સામે એક નહીં બે ઝટકા લાગી શકે છે. આવતીકાલે ધર્મશાળામાં રમાનારી વન-ડે મેચમાં વરસાદના જોખમ વચ્ચે સંભવિત રમનારા બેટસમેનમાં હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત હોવાથી રમી શકશે નહીં, પરંતુ હવે નેટસ પ્રેક્ટિસ દરમિયાન સૂર્ય કુમાર યાદવને પણ ઈજા પહોંચી છે, જ્યારે ઈશાન કિશનને મધમાખીના ડંખને કારણે ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ ટીમમાં સ્થાન મેળવવા માટે મુખ્ય દાવેદાર બેટ્સમેન છે.

ટીમ ઈન્ડિયામાં ટવેન્ટી ટવેન્ટીના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન હાર્દિક પડ્યાને બદલે સ્ટાર બેટ્સમેનને સામેલ કરવાની શક્યતા હતી, જેમાં સૂર્યા કુમાર યાદવ થ્રો ડાઉન સ્પેશ્યાલિસ્ટ રઘુની સાથે પ્રેક્ટિસ કરતી વખતે હાથના કાંડામાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ ટ્રેનિંગમાંથી બહાર આવ્યો હતો. હાલના તબક્કે આ સંબંધમાં સત્તાવાર નિવેદન આવ્યું નથી.

રવિન્દ્ર જાડેજાની ઈજા કેટલી ગંભીર છે?

BCCI સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિન્દ્ર જાડેજાની ઈજા બહુ ગંભીર નથી. જો કે રવિન્દ્ર જાડેજા ન્યુઝીલેન્ડ સામે રમી શકશે નહીં તેવી શક્યતા ઘણી ઓછી છે. આથી ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પ્રશંસકો માટે આ રાહતના સમાચાર છે.

એના સિવાય શાર્દુલ ઠાકુર પોતાના ફોર્મમાં નથી અને તે ટીમ ઈન્ડિયા માટે ઘણો મોંઘો સાબિત થયો છે. તેના સ્થાને મોહમ્મદ શમી આવી શકે છે, જેણે આ વર્લ્ડ કપમાં હજુ સુધી એક પણ મેચ રમી નથી. પરંતુ રોહિત ઠાકુરને બીજી તક આપે તો નવાઈ નહીં અને તેનું કારણ એ હોઈ શકે કે ઠાકુર પણ બેટથી યોગદાન આપી શકે છે.

ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે હાર્દિક પંડ્યા અમારા માટે સૌથી મહત્ત્વનો ખેલાડી, જે પ્લેઈંગ ઈલેવન માટે શ્રેષ્ઠ બેટ્સમેન છે. અમારી પાસેના 14 પ્લેયર છે, તેથી તેમાંથી કોઈની પસંદગી કરવમાં આવશે. દ્રવિડે કહ્યું હતું કે હાર્દિકને કારણે બેસ્ટ પ્લેઈંગ ઈલેવન પર અસર પડશે.

તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મહોમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મહોમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન અને સૂર્ય કુમાર યાદવનો સમાવેશ થાય છે.

Leave a Comment