ખેડૂત મોબાઇલ સહાય: ખેડૂતોને મળશે મોબાઇલ ખરીદવા માટે રૂ 6000 ની સહાય, ઓનલાઇન અરજી માહિતી

Mobile Sahay Yojana: ખેડૂત મોબાઇલ સહાય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સહાયકારી અને સબસીડી ની યોજનાઓ ચલાવવામા આવે છે. ખેડૂતોને ખેતી વપરાશ માટે દરેક વસ્તુ ખરીદવા માટે સબસીડી યોજનાઓ અમલમા હોય છે. ખેડૂતો પણ આધુનિક દુનિયા સાથે તાલ મિલાવી શકે અને ખેતીમા સ્માર્ટફોન ના ઉપયોગ થી ફાયદા મેળવી શકે તે માટે મોબાઇલ સહાય યોજના અમલમા છે. ખેડૂતો માટે મોબાઇલ સહાય માટે ક્યા ફોર્મ ભરવુ, કયા ડોકયુમેન્ટ જોઇએ તેની માહિતી મેળવીશુ.

ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023

સરકાર દ્વારા ખેડૂતો માટે સ્માર્ટફોન મોબાઇલ સહાય યોજના આપવામાં આવે છે જેથી ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખેતી ખેતી ને લગતીમાહિતી ની આપલે કરીને ફોટોગ્રાફી મેલ વિડિયો થીઅપડેટ થઈ શકે તેમજ દરરોજ વિવિધ માર્કેટ યાર્ડના ભાવ ઓનલાઇન જોઇ શકે તેમજ Youtube પર ખેતી વિષયક વિડીયો જોઇ નવુ જ્ઞાન મેળવી શકે અને ખેડૂતો પણ માહિતગાર થઇ શકે તે માટે ખેડૂત મોબાઈલ સહાય યોજના (Smartphone Scheme 2023) સરકાર દ્વારા અમલમા મૂકેલી છે.

આ પણ વાંચો: ikhedut પોર્ટલ પર સબસીડી યોજનાઓ ઓનલાઇન અરજી શરૂ

ખેડૂતો માટે મોબાઇલ સહાય પાત્રતા ધોરણો

 • ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય મેળવવા નીચે મુજબની પાત્રતા ધરાવતા લોકો ઓનલાઇન અરજી કરી શકે છે.
 • ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર ખેડૂત ગુજરાતમાં રહેતા હોવા જોઈએ.
 • ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં ખેતીની જમીન ધરાવતા હોવા જોઇએ.
 • જો ખેડૂત ખાતેદાર એક કરતા વધારે ખાતા ધરાવતા હશે તો પણ સહાય તેમને એક વાર મળવા પાત્ર છે.
 • જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને આ યોજનાનો લાભ મળશે.
 • મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી માટે જ ઉપલબ્ધ છે મોબાઇલ ની એસેસરીઝ જેવી કે ઈયર-ફોન, ચાર્જર, બેટરી જેવા સાધનો નો આમા સમાવેશ થતો નથી.

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં મળતી સહાય

આ યોજનામા ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે નીચે મુજબ સહાય મળે છે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના જો ખેડૂત સ્માર્ટ ફોન ની ખરીદી કરવા માગતા હોય તો તેમને મોબાઇલની ખરીદી પર સહાય આપવામાં આવે છે. જો ખેડૂત ખાતેદાર દ્વારા સ્માર્ટફોન ની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે જ હોત રૂપિયા 15000 સુધીના સ્માર્ટફોન ની ખરીદી પર 40 ટકા સહાય અથવા રૂપિયા 6000 માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.

દાખલા તરીકે કોઈ ખેડૂત રૂપિયા 12 હજારની કિંમતમાં પણ ખરીદે છે અને તે કિંમતના 40 ટકા મુજબ તેમને 4800 રૂપિયા સહાય મળશે. જો ખેડૂત 15 હજાર થી ઉપરની રકમનો મોબાઇલ ખરીદશે તો વદુ મા વધુ રૂ.6000 સહાય મળશે.

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં લાભ લેવા માટે તમારે સૌ પ્રથમ IKHEDUT પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની હોય છે જેના ડોક્યુમેન્ટ નીચે મુજબ રહેશે.

 • જે ખાતેદાર ખેડૂત હોય તેના આધાર કાર્ડની નકલ
 • ખેડૂત ના જમીન ના 7/12 ૬ નંબર જેવા ડોકયુમેંટ ની નકલ
 • 8-અ ની નકલ
 • ખેડૂતોનો રદ કરેલ ચેક ની નકલ
 • બેંક ખાતાના પાસબુકની નકલ

સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખરીદીના નિયમો

 • જે ખેડૂતને આ યોજનાનો લાભ લેવો હોય તો તેને સૌ પ્રથમ IKHEDUT પોર્ટલ પરથી કરવાની હોય છે. ઓનલાઇન અરજી
 • ઓનલાઈન અરજી થયા બાદ જિલ્લાની ઓફીસ દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે તે તમને એસએમએસ અથવા ઈ-મેલ થી જાણ કરવામાં આવશે.
 • જો તમે મોબાઇલ સહાય યોજના મા પસંદ થાવ તો તમારે મોબાઈલની 15 દિવસમાં ખરીદી કરવાની રહે છે.
 • ત્યારબાદ ફોનની ખરીદીના ડોકયુમેન્ટ લગત ઓફીસમા જમા કરાવવાના હોય છે.
 • આ યોજના અમલમાં આવ્યા બાદ તેમના નિયત સમયમાં તમારા મોબાઇલ ફોનનું બિલ રજૂ કરવાનું હોય છે.

અગત્યની લીંક

Ikhedut Online Apply લિંક અહિં ક્લીક કરો

મોબાઇલ સહાય યોજના મા સ્માર્ટફોન ખરીદવા માટે કેટલી સહાય મળે છે?

વધુ મા વધુ રૂ. 6000

ખેડૂતો માટે મોબાઇલ ખરીદી માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે?

https://ikhedut.gujarat.gov.in/

Leave a Comment